PHOTOS

Bigg Boss OTT2 ની તૈયારીઓ પુર જોશમાં, આ વખતે આ 10 સ્પર્ધકોને અપાયું આમંત્રણ

મુંબઈઃ બિગ બોસ સૌથી વધુ પસંદ કરવામાં આવતા રિયાલિટી શોની યાદીમાં આવે છે. ત્યારે પ્રથમ સીઝનમાં ધમાલ માચાવ્યા બાદ હવે  બિગ બોસ OTT 2ની તૈયારીઓ થઈ રહી છે. જેને હિટ કરવા માટે મેકર્સે કેટલાક એવા સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા છે જે સીઝન 2માં ધમાલ મચાવી શકે છે.

Advertisement
1/10
શોએબ ઈબ્રાહિમ
શોએબ ઈબ્રાહિમ

બિગ બોસ 12માં વિજેતા દીપિકા કક્કડના પતિ શોએબ ઈબ્રાહિમ આ વખતે બિગ બોસ OTT 2માં પોતાની કિસ્મત અજમાવી શકે છે. શોના આયોજકોએ બિગ બોસ OTT 2 માટે શોએબને આમંત્રણ આપ્યું છે.

2/10
મનવ્વર ફારુખી
મનવ્વર ફારુખી

લોકઅપ શોની પહેલી સિઝનના વિજેતા મુનવ્વર હાલ ખુબ જ ચર્ચામાં છે. લોકઅપ બાદ મુનવ્વર ખતરો કે ખિલાડી શોમાં પણ કામ કરવાનો છે. પરંતુ હવે મનવ્વરને બિગ બોસ ઓટીટી 2 માટે પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Banner Image
3/10
સનાયા ઈરાની
સનાયા ઈરાની

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સનાયા ઈરાની છેલ્લા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે.  તેમ છતા સનાયાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. સનાયા ઈરાનીને પણ 'બિગ બોસ OTT 2'માં સામેલ થવાની તક મળી શકે છે.

 

4/10
સુરભી ચાંદના
સુરભી ચાંદના

 

ટીવીની દુનિયાની સુંદર નાગિન કહેવાતી સુરભી ચંદના પણ બિગ બોસના ઘરમાં એન્ટ્રી મારી શકે છે. મળતી માહિતી મુજબ કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આયોજકોઓ સુરભીને 'બિગ બોસ OTT 2'માં લાવવા માટે કવાયત હાથ ધરી છે.

5/10
નિયા શર્મા
નિયા શર્મા

બિગ બોસ ઓટીટીની ગત સિઝનમાં મહેમાન તરીકે આવેલ નિયા શર્મા આ વખતે ફૂલ ફ્લેઝમાં એન્ટ્રી મારી શકે છે. સીઝન 2 માટે નિયા શર્માને ઓફર મોકલવામાં આવી છે. જેથી બિગ બોસના ઘરમાં આ વખતે નિયા શર્મા ધમાલ મચાવી શકે છે.

6/10
મુનમુન દત્તા
મુનમુન દત્તા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે મુનમુન દત્તાને લોકો ખુબ જ પસંદ કરે છે. મુનમુન દત્તા ઘણી વખત વિવાદમાં પણ ફસાઈ ચૂકી છે. જેથી આ વિવાદો અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી મુનમુન દત્તાનો બિગ બોસ OTT 2 માટે મુનમુન સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

 

7/10
સિદ્ધાર્થ નિગમ
સિદ્ધાર્થ નિગમ

અલાદ્દીન સીરિયલનો સ્ટાર્ટ સિદ્ધાર્થ નિગમ પમ બિગ બોસ ઓટીટી-2માં ધમાલ મચાવી શકે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બિગ બોસ OTT 2 સિદ્ધાર્થ નિગમને તેના શોમાં લાવવા માંગે છે. સિદ્ધાર્થ નિગમની લોકપ્રિયતાને જોતા 'બિગ બોસ OTT 2' માટે આ નિર્ણય લીધો છે.

8/10
આકાંક્ષા પુરી
આકાંક્ષા પુરી

પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ બિગ બોસમાં આવવાની અનેક વખત ઓફર નકારી દિધી છે. તેમ છતા આયોજકોએ આ વખતે પણ બિગ બોસ OTT 2 માટે આકાંક્ષા પુરીનું નામ પસંદ કર્યું છે. પરંત આકાંક્ષા આ વખતે શું નિર્ણય કરે તેના પર નજર રહેશે.

9/10
પ્રેરણા સહજપાલ
પ્રેરણા સહજપાલ

બિગ બોસ ઓટીટી-2 માટેના સ્પર્ધકોની યાદીમાં પ્રેરણા સહજપાલનું નામ પણ આગળ ચાલે છે. પ્રેરણા સહજપાલ પ્રતિક સહજપાલની બહેન છે. પ્રતિક સહજપાલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી બિગ બોસ ઓટીટી-2 માટે નામ પસંદ કર્યું છે.

10/10
બશીર અલી
બશીર અલી

જાણીતી મોડલ બશીર અલી પણ બિગ બોસ OTT 2ના ઘરમાં કેદ થઈ શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બિગ બોસ ઓટીટી 2ના આયોજકો હાલ બશીર અલી સાથે વાતચીત કરી રહ્યા છે. જો વાતચીત પર સહમતી બને તો બિગ બોસના ઘરમાં બશીર અલી ધમાલ મચાવતા જોવા મળશે.





Read More